Sunday, 5 April 2020

ત કુરો ? (આકાશ નાયક દ્વારા ડો.પ્રમિતા મુખર્જી મલ્લિકની અંગ્રેજી કવિતાનો ગુજરાતી અનુવાદ)

કવિતા  
ગુજરાતી અનુવાદ - આકાશ નાયક

(મુખ્ય પૃષ્ઠ પર આવો- bejodindia.blogspot.com /  દર 12 કલાકે જોતા રહો - FB+ Bejod)       
 

જો, મેં તને પ્રેમ નથી કર્યો તો શું ?
તારા સિવાય અન્યને પ્રેમ કરવાનું
    વિચાર્યુ હોય તો ય શું?
જો હું તારી દ્રષ્ટિનો અસ્વીકાર કરું તો શું?
મેં તને પ્રેમ નથી કર્યો તો શું?

શા માટે તે મને ઊચું આસન આપ્યું છે?
જ્યાં હું સામાન્ય રીતે જીવી ન શકું
જ્યાં મારે સમજવું પડે કે તું વ્યસ્ત છે
જ્યારે મારી સાથે હોય છે ત્યારે શું તારો સમય વેડફાય છે !

મેં તને પ્રેમ નથી કર્યો તો શું?
કદાચ , મેં તારા સિવાય અન્ય કોઇ ને પ્રેમ કરવાનું વિચાર્યું હોય તો ય શું?
જો હું અબોલ હોત તો?
તને સમજી ન શકી હોત તો?
તને ભાવહીન જોતી હોત તો ય શું?
શા માટે તે તારા આભિજાત વર્તનથી મને અભિભૂત કરી દીધી?

શા માટે તારા ગેરવર્તનને સારાપણાથી
હું ઢાંકી દઉ છું
શા માટે હું હંમેશાં સાચું કરૂં છું?
શા માટે હું લુચ્ચી નથી
ને છળ - કપટના પાસાથી રમતી નથી?

કદાચ, આપણે કાર્યભાર ભૂલી જઈએ તો?
ને, મસ્તી કરીએ તો શું?
કદાચ આપણે મુક્ત હોઈએ તો?
ને આપણે કલ્પતરુની છાયામાં હોઈએ તો?

મેં તને પ્રેમ નથી કર્યો તો શું?
કદાચ, મેં તારા સિવાય અન્ય કોઈને 
પ્રેમ કરવાનું વિચાર્યુ હોય તોય શું?
જો હું તારી દ્રષ્ટિનો અસ્વીકાર કરું તો શું?
મેં તને પ્રેમ નથી કર્યો તો શું?
.....

WHAT IF?

Original poem in English- Dr.Paramita Mukherjee Mullick

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I didn't endorse your view?
What if I didn't love you?

Why have you kept me on such a high pedestal?
Where I can't be ordinary.
Where I can't be the real me.
Where I have to understand you are busy.
Where spending time with me means you are lazy.

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I was dumb?
What if I didn't understand you
And look at you with an expression numb?

Why have you kept me mesmerized with your goodness?
Why do I always outweigh your virtue with your vice?
Why do I always do the right?
Why don't I get bad and play a game of dice?

What if we could forget work?
What if we could be a free lark?
What if we would be free?
What if we were under the wishing tree?

What if I didn't love you?
What if I thought of loving someone else other than you?
What if I didn't endorse your view?
What if I didn't love you?
......

મૂડ઼ કવિતા....ડો.પારામિતા મુખર્જી 'મલ્લિક'
Original poem in English - Dr. Paramita Mukherjee Mullick
ગુજરાતી અનુવાદ...આકાશ નાયક
Translated in Gujarati by - Akash Nayak
Email ID of Akash Nayak - naik4459@gmail.com
Email ID of Dr. Paramita - mukherjeeparamita@hotmail.com
Posted by Hemant Das 'Him' with consent of the poet.