ગઝલ -1
છે ઘણું સારું કે પૈસાથી ખુશી મળતી નથી,
દોસ્તો મળતા નથી ને દોસ્તી મળતી નથી.
ત્યાં સુધી અસ્તિત્વ એનું હોય છે સૌથી અલગ,
જયાં સુધી બિનધાસ સાગર ને નદી મળતી નથી.
જે તરફ હું જાવ છું એના જ દર્શન થાય છે,
મારું ઘર મળતું નથી મારી ગલી મળતી નથી.
સમય એવો પણ હતો મારા વિના ચાલે જ ના,
ને હવે *'દિલદાર'* ને એ બે ઘડી મળતી નથી.
गज़ल- 2
बात सच्ची है कि दौलत से खुशी मिलती नहीं,
दोस्त भी मिलते नहीं और दोस्ती मिलती नहीं!
तब तलक रह जाएगी सब से अलग हस्ती सिमट,
जब तलक बिंदास सागर से नदी मिलती नहीं!
हो गए दीदार जब नूरे -जहां का दफ़्अतन ,
घर मेरा मिलता नहीं, मेरी गली मिलती नहीं!
खानदानी हर बसर को नहीं हासिल यहां,
हो जहां उम्मीद, बेहतर जिंदगी मिलेती नहीं!
वक्त भी ऐसा गुजरा बिन मेरे चलता न था ,
और अब "दिलदार" से वो गुलछडी मिलती नहीं!
ગઝલ
---------
વાતમાં કઇ દમ નથી ,
ફૂલ છે ફોરમ નથી !
હાદસા છે કેટલા ,
આંખ સાને નમ નથી !
જિંદગીભર નફરતો ,
પ્યાર કાં હરદમ નથી !
દુશ્મનો ની શી જરૂર,
દોસ્તો પણ કમ નથી!
ના મળે ' દિલદાર ' કઇ ,
એનો પણ કો' ગમ નથી !
गज़ल
--------
ये भी गम तो कम नहीं,
गुल तो है शबनम नहीं!
हादसे है बे हिसाब,
आंख फिर भी नम नहीं!
बस मिली है नफ्रतें,
कोई भी हम दम नहीं!
दुश्मनों की क्या गरज,
दोस्त मेरे कम नहीं!
जो मिले "दिलदार" से,
ये खुशी है गम नहीं!
...
મૂળ ગુજરાતી ગઝલ - દિલીપ ઠક્કર 'દિલદાર
હિન્દી કાવ્યાત્મકતા - દિલીપ ઠક્કર 'દિલદાર
કવિના ઇમેઇલ આઈડી - dilipt7@gmail.com
પ્રતિક્રિયા માટે ઇમેઇલ આઈડી - editorbejodindia@yahoo.com
Poet with his friend and wife |
No comments:
Post a Comment